મિત્રો! આ વિભાગ દ્વારા અલગ-અલગ વ્યક્તિઓની કવિતાની વ્યાખ્યા શું હોઈ શકે? તે જાણવાનો અને માણવાનો એક પ્રયાસ છે. આશા રાખીએ કે સૌને ગમશે. અહીં નમુના રૂપે એક વ્યાખ્યા આપી છે. આપની કવિતા અંગેની વ્યાખ્યા આ વિભાગમાં ઉમેરવા નીચે comments પર ક્લિક કરી (વધુમાં વધુ 100 શબ્દોમાં) તમારી વ્યાખ્યા લખો અથવા 'કવિતા એટલે...' સબ્જેક્ટ રાખી kavypushp@gmail.com પર ઈ-મેઇલ કરો.
કવિતા એટલે...
'આનન્દ' ફિલ્મમાં રાજેશ ખન્ના દર્દી અને અમિતાભ બ્ચ્ચન ડોક્ટરનાં પાત્રમાં છે. આનન્દ સમગ્ર ફિલ્મ દરમિયાન અનેક વાર ડોક્ટરને, 'બાબુમોશાય'! કહીને સંબોધે છે. દર્દી અને ડોક્ટર વચ્ચેની ગાઢ મિત્રતા ય મૃત્યુને ખાળી શકતી નથી. મૃત્યુ પથારી પર પડેલો આનન્દ છેલ્લા શ્વાસ લઈ આંખો મીંચી દે છે. બધા શોકથી સ્ત્બ્ધ થઈ બેઠાં છે. અચાનક આનન્દનો અવાજ સંભળાય છે, 'બાબુમોશાય'! ઘડીભર સૌને લાગે છે જાણે આનન્દ હજી જીવે છે. પણ અફસોસ સદા નાટકોથી સૌને પરેશાન કરતો આનન્દ આ વખતે નાટક નથી કરી રહ્યો. તે અવાજ તો થોડાં સમય પહેલાં શરૂ કરેલ અને શરૂ જ રહી ગયેલ ટેપ-રેકોર્ડરનો હોય છે. આ છેલ્લી વખત ટેપ-રેકોર્ડર પર સંભળાયેલો 'બાબુમોશાય' શબ્દ એટલે કવિતા.
- પરેશ કળસરિયા
Thursday, February 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
kavita etle kaviona hridaymathi nikalti evi sarvani k je janye ajanye tamne abhibhut kari nakhe.
ReplyDeletekavita etle man na trngone atmiytathi vani levani kala je aap banne bhaioma supere vanayeli dekay chhe.