આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Friday, February 15, 2008

આંખનાં ઈશારે કરું વાત, (ગીત) – નીલેશ સેંતા

શબ્દોનાં વૈભવનો ખ્યાલ નથી સ્હેજે, હું તો આંખનાં ઈશારે કરું વાત
એક પળ ખોલું ને એક પળ મીંચું, મને નડતા ના દિવસ કે રાત

મારી હથેળીમાં રેખાઓ જાણે કે વનમાં વાસંતીનાં છોડ,
દરિયાનાં મોજાની જેમ હોય ઉછળતા હૈયામાં સતરંગી કોડ;
તોફાની વાયરામાં ઉડતો ફરું હું તો નાજુક પતંગિયાની જાત

આંખોમાં ફૂલવાડી ખિલી ઉઠે ને પછી દૃષ્ટિથી ફૂલો વેરાય,
બીડેલાં નયનોમાં આવીને શમણાંઓ ધીરે ધીરે શરમાય;
કંઈ પણ બોલું નહીં તેમ છતાં રોજ કરું શબ્દોનાં શૂરવીરને મ્હાત

- નીલેશ એ. સેંતા ભાવનગર.

મહેંકે છે અંગ-અંગ...,(મુક્તક) - પરેશ કળસરિયા