Thursday, February 14, 2008
આ હાથનો કમાલ, (ગઝલ) - પરેશ કળસરિયા
તલવાર છે કે ઢાલ? કોઈ પૂછશો નહિ !
જેનાં ખયાલમાં ન રહ્યો કોઈનો ખયાલ,
કોનો હતો એ ખ્યાલ? કોઈ પૂછશો નહિ !
આવ્યો વિચાર શું કે મળી ને ઢળી નજર?
એ શર્મથી છે લાલ, કોઈ પૂછશો નહિ !
જે થઈ ગયું એ થઈ ગયું ભૂલી ગયો છું હું,
તો શું થયું’તું કાલ? કોઈ પૂછશો નહિ !
જેની દરેક પળ હતી વર્ષો સમાન, એ-
વિતાવ્યા કેમ સાલ? કોઈ પૂછશો નહિ !
- પરેશ કળસરિયા
E-Mail: paresh_kalasariya@yahoo.com
એમ કહાની ઘડીએ તો, (ગઝલ)-અલ્પેશ કળસરિયા
તું મેના ને હું પોપટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાં તું ઘાસ બનીને કોમળ કોમળ રંગો પૂર !
પથ્થર જેવો હું બરછટ છું એમ કહાની ઘડીએ તો...
તારી છાતી ગજ-ગજ ફૂલે મારું હોવું સાર્થ બને,
તારી અંદરનો હું વટ છું એમ કહાની ઘડીએ તો...
મારામાંથી બીજ સ્વરૂપે હું જ પછી નીકળી જાઉં,
હું જીવનનું ફળ પાકટ છું એમ કહાની ઘડીએ તો...
જેનાં ઘરની બારી ખુલ્લી એનાં ઘરને ધન્ય કરું,
પ્રેમ-અમીની હું વાછટ છું એમ કહાની ઘડીએ તો...
તું મીરાં છે, તું રાધા છે, તું છે અલ્લડ ગોપી ને-
નંદનો લાલો હું નટખટ છું એમ કહાની ઘડીએ તો...
- અલ્પેશ કળસરિયા
E-Mail:
alpesh_kalasariya@yahoo.com
वो वक्त दूसरा था, (गझल) – अल्पेश कलसरिया
सब कुछ हराभरा था, वो वक्त दूसरा था।
फूलो की रोशनी थी, खूश्बु का था उजाला;
ख्वाबो का दायरा था, वो वक्त दूसरा था।
अरमां नहीं है कोई, ना कोई आरझू है;
दिल झख्म से हरा था, वो वक्त दूसरा था।
माफी भी तुमने मांगी तो माफ ना करेंगे;
शिकवा झरा-झरा था, वो वक्त दूसरा था।
ईकरार कर के तेरे चूमे थे होठ और फिर-
सिर गोद मे धरा था, वो वक्त दूसरा था।
तेरे बिना भी अव तो मैं जी रहा हूं, दिलबर!
तुज पे कभी मरा था, वो वक्त दूसरा था।
क्यूं छांव मांगते हो पानी पिलाओ, साहब!
जब पेड यह हरा था, वो वक्त दूसरा था।
- अल्पेश कलसरिया
alpesh_kalasariya@yahoo.com
હૃદય, (ગઝલ) – નરેશ સોલંકી
ઊનાં વહે છે આંસુ ધધકતું રહે હૃદય
પંખી સમું આ રોજ ફફડતું રહે હૃદય
વંટોળ થઈને રોજ જગત ઠોકતું રહે
તૂટેલ દ્વાર જેમ ખખડતું રહે હૃદય
તેની રગોમાં પ્રેમ વહે તો બચી શકે
નહિ તો એ ડાળ જેમ બટકતું રહે હૃદય
બાળકની જેમ જિદ કરે છે એ રોજ રોજ
છોડાવું દર્દ તોય પકડતું રહે હૃદય
આવીને દ્વાર પર તો ટકોરાં કરે જરાક
ફૂલોની જેમ ખિલી ધબકતું રહે હૃદય
આવો નજીક આમ તો થાતું નથી કશું
હા, એટલું કહું કે મરકતું રહે હૃદય
- નરેશ સોલંકી
એમ.એ. પાર્ટ-2,ગુજરાતી ડિપાર્ટમેંટ, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ.
દર્દની ભેટ, (નઝમ) – ‘શૂન્ય’ પાલનપુરી
એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાએ જગત એવું કરું સર્જન ધરાર!
ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.
બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મજધારથી,
મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ.
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ;
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ.
પંચભૂતો ભેળવી એ સર્વનું મંથન કર્યું,
એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું.
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.
-‘શૂન્ય’ પાલનપુરી
આવડત, (મુક્તક) – અલ્પેશ કળસરિયા
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!
- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com
આનંદ સ્વર્ગનો હશે..., (તઝમીન) – અલ્પેશ કળસરિયા
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે;
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો!
- ‘મરીઝ’
(તઝમીન) - અલ્પેશ કળસરિયા
આનંદ સ્વર્ગનો હશે ને હરઘડી હશે,
પળ-પળમાં એક નશો હશે ને બંદગી હશે,
સમજણની સીમા ત્યાં જઈને વિસ્તરી હશે,
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે;
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો!
- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com
ન સંકોચ કર..., (તઝમીન) – અલ્પેશ કળસરિયા
હવે ગાંઠ છોડી સમર્પી દે સઘળું!
હજી કાં તું તાંદુલ છુપાવ્યા કરે છે?
- નીતિન વડગામા
(તઝમીન) - અલ્પેશ કળસરિયા
ન સંકોચ કર સ્નેહ અભિવ્યક્ત કરતાં,
જે ઊર્મિથી લાવ્યો છે અર્પી દે સઘળું!
તું લાવ્યો છે તારું જીવન પોટલીમાં,
હવે ગાંઠ છોડી સમર્પી દે સઘળું!
હજી કાં તું તાંદુલ છુપાવ્યા કરે છે?
- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com
કવિતા એટ્લે...
કવિતા એટલે...
'આનન્દ' ફિલ્મમાં રાજેશ ખન્ના દર્દી અને અમિતાભ બ્ચ્ચન ડોક્ટરનાં પાત્રમાં છે. આનન્દ સમગ્ર ફિલ્મ દરમિયાન અનેક વાર ડોક્ટરને, 'બાબુમોશાય'! કહીને સંબોધે છે. દર્દી અને ડોક્ટર વચ્ચેની ગાઢ મિત્રતા ય મૃત્યુને ખાળી શકતી નથી. મૃત્યુ પથારી પર પડેલો આનન્દ છેલ્લા શ્વાસ લઈ આંખો મીંચી દે છે. બધા શોકથી સ્ત્બ્ધ થઈ બેઠાં છે. અચાનક આનન્દનો અવાજ સંભળાય છે, 'બાબુમોશાય'! ઘડીભર સૌને લાગે છે જાણે આનન્દ હજી જીવે છે. પણ અફસોસ સદા નાટકોથી સૌને પરેશાન કરતો આનન્દ આ વખતે નાટક નથી કરી રહ્યો. તે અવાજ તો થોડાં સમય પહેલાં શરૂ કરેલ અને શરૂ જ રહી ગયેલ ટેપ-રેકોર્ડરનો હોય છે. આ છેલ્લી વખત ટેપ-રેકોર્ડર પર સંભળાયેલો 'બાબુમોશાય' શબ્દ એટલે કવિતા.
- પરેશ કળસરિયા
ABOUT - 'કાવ્યપુષ્પ
સુસ્વાગતમ્
'કાવ્યપુષ્પ' પર આપનું સ્વાગત છે. 'કાવ્યપુષ્પ' એ ગુજરાતીઓનો, ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ માટે કાર્યરત બ્લોગ છે. 'કાવ્યપુષ્પ'ની વિશેષતા એ છે કે આ એક ડેઇલી અપડેટેડ બ્લોગ છે. 'કાવ્યપુષ્પ' આપની સમક્ષ રજૂ કરે છે ગુજરાતી ગઝલ, ગીત, મુક્તક, નઝમ, સોનેટ, તઝમીન, છૂટા શેર વગેરે જેવા અનેક કાવ્યપ્રકારો, તેમ જ ગુજરાતી ગદ્ય સાહિત્ય: ટુંકી વાર્તા, નવલિકા, આસ્વાદ, વિવેચન, રત્નકણિકાઓ, વગેરે રચનાઓનો વિપુલ ખજાનો. વળી ગુજરાતીઓ દ્વારા રચાયેલ ઉર્દૂ-હિન્દી પદ્ય પણ ખરું જ. અને બીજું ઘણું બધું...! 'કાવ્યપુષ્પ' નો ઉદ્દેશ દરેક ગુજરાતીને અભિવ્યક્તિનું માધ્યમ પૂરું પાડવાનો છે. ‘કાવ્યપુષ્પ’ પર આપ દ્વારા મોકલવામાં આવેલ ઉત્તમ સાહિત્યિક કૃતિઓ અચૂક પ્રકાશિત કરવામાં આવશે.
-EDITOR
પરેશ કળસરિયા અને અલ્પેશ કળસરિયા
કૃતિ ક્યાં મોકલવી?
'કાવ્યપુષ્પ' માટે આપની કૃતિઓ આ એડ્રેસ પર મોકલશો:
ઈ-મેઇલ એડ્રેસ:
kavypushp@gmail.com
પોસ્ટલ એડ્રેસ:
PARESH KALASARIYA
C-84, ‘SHREEJI KRUPA’,
STREET BEHIND LAKHUBHAI HALL,
KAALIYABID,
BHAVNAGAR-364002.
GUJARAT.
INDIA.
MO. 9427244722,9974355615.
ABOUT AUTHOURS END EDITORS

ALPESH KALASARIYA

NAMASTE!
WELCOME, ON 'KAVYPUSHP'!
PARESH KALASARIYA FROM BHAVNAGAR(KALAA NAGARI), GUJARAT, INDIA. AGE 26 YEARS. B. SC.(MATHEMATICS) & ALPESH KALASARIYA FROM RAJKOT, GUJRAT, INDIA. AGE 24 YEARS. M.A. (GUJARATI).
WE ARE BROTHERS. BOTH OF WE WRITE GHAZALS, GITS, NAZAMS, MUKTAK, TAZMIN, SHORT STORIES, ASWAD,ETC. WE BELIVE THAT EVERY PERSON HAS SOMETHING TO SHARE. SO WE START THIS BLOG.
'કાવ્યપુષ્પ'માં શોધો:
images
અનુવાદ (પદ્ય)
અહેવાલ
ગઝલ
ગીત
તઝમીન
નઝમ
બાલગીત
મુક્તક
રૂબાઈ
સમાચાર
લઘુકથા
હાઈકુ
લેખકનાં નામ પરથી
અલ્પેશ કળસરિયા
પરેશ કળસરિયા
मिर्झा गालिब
सुदर्शन फाकिर
અમૃત ‘ઘાયલ’
કિસ્મત કુરેશી
ગની દહીંવાલા
નરેશ સોલંકી
નીલેશ સેંતા
બરકત વિરાણી 'બેફામ'
મનસુખલાલ સાવલિયા
મરીઝ
રૂસ્વા મઝલૂમી
વર્ષા બારોટ
શૂન્ય પાલનપુરી
હસમુખ ગોવાણી
શીર્ષક પરથી
ABOUT - 'કાવ્યપુષ્પ
ABOUT AUTHOURS END EDITORS
कुंज मे बेठा रहूं (गझल) – मिर्झा गालिब. અનુવાદ – મનસુખલાલ સાવલિયા
बचपन, (नज़्म) – सुदर्शन फाकिर (IMAGE)
वो वक्त दूसरा था, (गझल) – अल्पेश कलसरिया
આ હાથનો કમાલ, (ગઝલ) - પરેશ કળસરિયા
આનંદ સ્વર્ગનો હશે..., (તઝમીન) – અલ્પેશ કળસરિયા
આવડત, (મુક્તક) – અલ્પેશ કળસરિયા
આંખનાં ઈશારે કરું વાત, (ગીત) – નીલેશ સેંતા
ઉપકાર (મુકતક) - કિસ્મત કુરેશી
ઉમંગો, (મુક્તક) - ગની દહીંવાળા
એમ કહાની ઘડીએ તો, (ગઝલ)-અલ્પેશ કળસરિયા
કમાલ છે! (ગઝલ) - અમૃત ‘ઘાયલ’
કવિતા એટ્લે...
કોણ માનશે?, (ગઝલ) – ‘રૂસ્વા’ મઝલૂમી
ત્રણ રૂબાઈ – મરીઝ
દર્દની ભેટ, (નઝમ) – ‘શૂન્ય’ પાલનપુરી
દિશાઓ ફરી ગઈ! (ગઝલ) - ગની દહીંવાલા
ન સંકોચ કર..., (તઝમીન) – અલ્પેશ કળસરિયા
મહેંકે છે અંગ-અંગ...,(મુક્તક) - પરેશ કળસરિયા
મા, (લઘુકથા) – અલ્પેશ કળસરિયા
વિશેષાંક, (હાઈકુ) – પરેશ કળસરિયા
શોક સમાચાર
હજી, (હાઈકુ) – પરેશ કળસરિયા
હૃદય, (ગઝલ) – નરેશ સોલંકી
હસ્તરેખા, (મુક્તક) – અલ્પેશ કળસરિયા
હું પપ્પાનો ફ્રેન્ડ, (બાળગીત) – હસમુખ ગોવાણી
હે દિલ! (મુકતક) - કિસ્મત કુરેશી
(મુક્તક) - બરકત વિરાણી 'બેફામ'
(મુક્તક) - અમૃત ‘ઘાયલ’