આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Friday, May 8, 2009

રેગિસ્તાન (અછાંદસ) – હરેશ કાનાણી

તને
રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ, તો ક્યારેક ઘોડો!
પણ
અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને
તું
મૂકી આવીશ
બળબળતા રેગિસ્તાનમાં...!

– હરેશ કાનાણી
ગીરગઢડા (02875)43553, 9913887816

તને હું (અછાંદસ) – વસંત જોષી

છલોછલ તળાવ
મરક-મરક મલકે
પાળે તું હોય
લહેર પંપાળે પગ
ફડફડાટ ઊડે
બહુ કઠિન છે પવનને પકડવો
લટ ફંગોળે ચહેરા પર
પાળ ઊતરી
બેસે
થડના ટેકે
હસુ-હસુ તાકી રહે
અપલક આંખે
સંગોપે પાલવમાં
અસ્તિત્વનો અંશ
બ્ર્હ્માંડના દરવાજા ખોલી
એકાકાર
સદ-ચિત્ત-આનંદ
ટેરવાંનો સ્પર્શ
ઊછળે ભીતર
મરકતું તળાવ

– વસંત જોષી