ગુજરાતી સાહિત્ય પરિષદ હંમેશાં સર્જકોની સર્જનશીલતાને જોમ પૂરું પાડતી પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી અલગ-અલગ શહેરોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'સર્જક-સંવાદ'નું સુંદર આયોજન થઈ રહ્યું છે. આ અનુસંધાને 'સર્જક-સવાંદ', ભાવનગર દ્વારા દર માસનાં અંતિમ રવિવારે નિયમિતપણે સર્જકોની બેઠક મળે છે. જેમાં સર્જક મિત્રો પોતાની રચનાઓ રજૂ કરે છે અને તે અંગે ચર્ચા-સંવાદ પણ થાય છે. 'કાવ્યપુષ્પ'નાં વાચકોને એ જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે સર્જકોને પ્રોત્સાહિત કરવાનાં ઉમદા હેતુસર ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદ, અમદાવાદ અને 'સર્જક-સંવાદ', ભાવનગર દ્વારા એક 'નવલિકા-સ્પર્ધાનું ' આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વાચક મિત્રોને સ્પર્ધામાં ભાગ લેવા 'કાવ્યપુષ્પ'નું ભાવભર્યું ઈજન.
- એડિટર્સ
