આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Friday, February 22, 2008

મા, (લઘુકથા) – અલ્પેશ કળસરિયા

અમારાં ગામમાં એક ફાતેમા બહેન કરીને મુસ્લિમ સ્ત્રી રહે, ફાતેમાબહેનનું ઘર મસ્જિદને એકદમ અડીને. કહેવાતું કે ફાતેમાબહેન ગાંડા છે, નાસ્તિક છે અને મસ્જિદમાં નમાજ થાય છે ત્યારે ક્યારેક અપશ્બ્દો બરાડે છે. મને થયું કે ફાતેમા બહેન પર કવિતા લખું. એટલે હું ફાતેમાબહેનનાં ઘરે પહોંચ્યો. જોયું તો ફાતેમાબહેનનો અઢી-ત્રણ વર્ષનો સલીમ સૂતો છે. એકાએક મસ્જિદમાં નમાજ શરૂ થાય છે, “અલ્લા... હો અકબર અલ્લાહ...”. સલીમ ઝબકીને જાગી જાય છે. ફાતેમાબહેન સલીમનાં માથા પર હાથ ફેરવતા કહે છે, “સૂઈ જા, બેટા! કૈ નથી, એ તો રોજનો ઘોંઘાટ છે.” મારાથી તરત જ એમને પૂછાઈ જાય છે, “તમે મુસ્લિમ થઈને આવા નાસ્તિક કેમ છો? તમને નથી થતું કે તમારે ખુદાની બંદગી કરવી જોઈએ?” તેઓ જવાબ આપે છે, “હું નાસ્તિક નથી કે નથી હું મુસ્લિમ!”. મેં ફરી પૂછ્યું, “...તો તમે શું છો?” તેમણે તરત જ જવાબ આપ્યો, “ હું મા છું. મારાં સંતાનનું ભરણપોસણ તેની સારસંભાળ એ જ મારો ધર્મ છે, એ જ મારી બંદગી છે.

બીજાને જે કહેવું હોય તે કહે! પણ મારા માટે તો ફાતેમાબહેનનો આ જવાબ ગીતા, બાઇબલ કે કુરાનનાં ઉપદેશથી કમ નથી. ...કે ‘મા’ હિન્દુ, મુસ્લિમ કે શીખ નથી હોતી... કે ‘મા’નો કોઈ ધર્મ નથી હોતો. ‘મા’-‘મા’ છે કારણ કે ‘મા’ એટલે જ ઈશ્વર અને ઈશ્વરનો સ્વ્યં કોઈ ધર્મ નથી હોતો. મને મારી કાવ્યપંક્તિ મળી ગઈ:


નાસ્તિક નહીં હૂં, મા હૂં મૈં, ઝાહિદ! ઈમાન સે;
ઉઠ જાતે હૈ બચ્ચે મેરે શોર-એ-અઝાન સે.

- અલ્પેશ કળસરિયા
alpesh_kalasariya@yahoo.com

2 comments:

  1. માતાનો મહિમા તો અપાર છે. તેને શબ્દોમાં અભિવ્યક્ત કરવો સંભવ નથી,અને જો છે તો તેને માટે ગ્રંયોનાં ગ્રંથો પણ ઓછા પડે. તેમાંય લઘુકથા જેવા ગદ્યનાં અતિ ટૂંકા સ્વરૂપ્માં આ કાર્ય અલ્પેશ કળસરિયાએ અહીં કરી દેખાડ્યું છે. તે એક ઉત્તમ લઘુકથાકારની છાપ છોડી જાય છે.

    ReplyDelete
  2. khub j chotdar varta kahi chhe alpesh kadsariy e
    aa varta ma alpesh e j dharma ni vat kari chhe e geeta ma shri krishna e kahi chhe.
    hindu ane muslim dharma na sthul artho chhe.geeta mujab dharma no etle faraj.jem ke dnkh marvo e vichhi no daram chhe ane vichhi ne bachavo e sadhu no dharma chhe.
    avi j gahan vat alpesh ni varta ma pan pratibimbit thay chhe......
    salam chhe sarjak ni aa sarjaktane.........
    -kuldeep & naresh

    ReplyDelete