આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Saturday, February 7, 2009

The End of An Epic... (એક દંતકથાનો અંત...)

અત્યંત શોક અને ઘેરા દુઃખની લાગણી સાથે આપને આ સમાચાર આપી રહ્યા છીએ કે ગુજરાતી કાવ્યસાહિત્યનાં દંતકથા સમાન કવિ જનાબ આસિમ રાંદેરી તા. 5, ફેબ્રુઆરી, 2009નાં રોજ જન્નતનશીન થયેલ છે. જ. આસિમ રાંદેરીની 'લીલા'ને ગુજરાતી ભાષાનાં ખરાં સાહિત્યરસિકો ક્યારેય નહિ ભૂલે. વાર્તામાં કે નવલકથામાં એકાદ બે પાત્રો સર્જી લેખક પોતાનું અને પોતે સર્જેલાં પાત્રનું નામ અમર કરી ગયાંનાં ઘણાં ઉદાહરણો મળશે પણ કવિતા, ગઝલ કે નઝમમાં વાર્તાનુરૂપ કાવ્ય લખનાર જ. આસિમ રાંદેરી સિવાય કોઈ પણ શાયરનું નામ હજી સુધી સાંભળવામાં નથી આવ્યું. એમની કલમને સો-સો સલામ. ઇશ્વર તેમનાં દિવ્ય આત્માને શાંતિ અને તેમનાં કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના સહ અલ્પેશ કળસરિયાનાં નીચેનાં મુકતક વડે હ્રદયાંજલિ...
- એડિટર્સ

ગીતો અમર પ્રણયનાં રસીલા નહીં મરે,
પ્રેમી-યુગલ આ સૌથી સજીલા નહીં મરે;
દુનિયામાં જ્યાં સુધી છે મહોબ્બત, ઓ દોસ્તો!
'આસિમ' નહીં મરે અને 'લીલા' નહીં મરે!
- અલ્પેશ કળસરિયા

No comments:

Post a Comment