આજનો સુવિચાર

જિંદગી તમારાં પર હસે છે જ્યારે તમે દુઃખી થાઓ છો, જિંદગી તમારી સામે સ્મિત કરે છે જ્યારે તમે ખુશ થાઓ છો, પણ જિંદગી તમને સલામ કરે છે જ્યારે તમે બીજાને ખુશી આપો છો!
-ચાર્લી ચેપ્લીન

આજનો શેર

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં
શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં!
- મરીઝ

Thursday, February 14, 2008

હૃદય, (ગઝલ) – નરેશ સોલંકી

ઊનાં વહે છે આંસુ ધધકતું રહે હૃદય
પંખી સમું આ રોજ ફફડતું રહે હૃદય

વંટોળ થઈને રોજ જગત ઠોકતું રહે
તૂટેલ દ્વાર જેમ ખખડતું રહે હૃદય

તેની રગોમાં પ્રેમ વહે તો બચી શકે
નહિ તો એ ડાળ જેમ બટકતું રહે હૃદય

બાળકની જેમ જિદ કરે છે એ રોજ રોજ
છોડાવું દર્દ તોય પકડતું રહે હૃદય

આવીને દ્વાર પર તો ટકોરાં કરે જરાક
ફૂલોની જેમ ખિલી ધબકતું રહે હૃદય

આવો નજીક આમ તો થાતું નથી કશું
હા, એટલું કહું કે મરકતું રહે હૃદય

- નરેશ સોલંકી
એમ.એ. પાર્ટ-2,ગુજરાતી ડિપાર્ટમેંટ, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ.

No comments:

Post a Comment